Janmabhumi
જન્મભૂમિ શૌચાલયની શરમજનક સ્થિતિ

ડા પ્રધાનપદની જવાબદારી સંભાળ્યા પછી સ્વાતંત્ર્ય દિવસના વપ્રથમ રાષ્ટ્રજોગા સંબોધનમાં નરેન્દ્રભાઈ મોદીએ દેશભરમાં સ્વચ્છતા અભિયાન અને શૌચાલયની આવશ્યક્તા ઉપર ભાર મૂક્યો હતો. વિશેષ કરીને મહિલાઓના સ્વાસ્થ્ય માટે દેશભરમાં શૌચાલય અભિયાનની શરૂઆત કરી હતી. દસ વર્ષ પછી મહાનગર મુંબઈ – જે આર્થિક પાટનગર ગણાય છે તેની હાલતનો જે રિપોર્ટ આવ્યો છે તે શરમજનક છે.