જન્મભૂમિ
સાયબર અપરાધોમાં ૨૪૩ ટકાનો વધારો, પણ ડિટેક્શન માત્ર ૮ ટકા

મુંબઈમાં સાયબર અપરાધોમાં ૨૪૩ ટકાનો ઉછાળો આવ્યો છે. ૨૦૧૮માં આવા અપરાધોની સંખ્યા ૧૩૭૫ હતી તે વધીને ૨૦૨૨માં ૪૭૨૩ થઈ ગઈ હતી, પરંતુ ચિંતાજનક બાબત એ રહી છે કે, માત્ર ૮ ટકા જેટલા અપરાધોનું ડિટેક્શન (શોધ) થઈ શક્યું છે. શહેરમાં પાંચ સમર્પિત સાયબર પોલીસ સ્ટેશનો હોવા છતાં આવા ગુનાની શોધ કંગાળ રહી છે. એનજીઓ પ્રજા ફાઉન્ડેશનના સંશોધકો કે જેમણે આ અહેવાલ બહાર પાડ્યો હતો.