દિવ્ય ભાસ્કર
વિધાનમંડળમાં પુછાતા પ્રશ્નોની સંખ્યામાં અધધધ 67 ટકા ઘટાડો

પ્રજા ફાઉન્ડેશન દ્વારા મુંબઈના વિધાનસભ્યોનું પ્રગતિ પુસ્તક 2023નું મંગળવારે વિમોચન કરાયું. શિયાળુ સત્ર 2021થી શિયાળુ સત્ર 2022ના સમયગાળા માટેના આ પ્રગતિ પુસ્તકમાં મુંબઈના વર્તમાન વિધાનસભ્યોએ તેમની સંવિધાનાત્મક અને વૈધાનિક ફરજની આપૂર્તિ કઈ રીતે પાર પાડી તેનું મૂલ્યાંકન કરાયું છે.